Ganeshotsav: ગણેશ મહોત્સવના દરમિયાન આ ભોગ રાખશે તમારી તબીયતને તંદુરસ્ત!

ગણેશોત્સવના પર્વ પર લોકો વિવિધ પ્રકારના ભોગ બનાવે છે અને ગણપતિ બાપ્પાના ચઢાવે છે.અને આ જ ભોગને લોકો પ્રસાદના રૂપમાં આરોગતા પણ હોય છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે પોષક તત્વોથી ભરપૂર ભોગ તૈયાર કરીને આપના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકો છો.

Ganeshotsav: ગણેશ મહોત્સવના દરમિયાન આ ભોગ રાખશે તમારી તબીયતને તંદુરસ્ત!

નવી દિલ્હીઃ ફેસ્ટીવલ સીઝન આવતા જ લોકો મીઠાઈ અને મસાલેદાર વસ્તુ શોખથી ખાતા હોય છે.  કેટલાક લોકો પોતાના ડાયટને ભૂલીને ટેસ્ટી રેસિપીને ખાતા હોય છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેવામાં કોઈ મોદકને કેવી રીતે એવોઈડ કરી શકે છે. ગણેશોત્સવના પર્વ પર લોકો વિવિધ પ્રકારના ભોગ બનાવે છે અને ગણપતિ બાપ્પાના ચઢાવે છે.અને આ જ ભોગને લોકો પ્રસાદના રૂપમાં આરોગતા પણ હોય છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે પોષક તત્વોથી ભરપૂર ભોગ તૈયાર કરીને આપના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકો છો. કેટલાક ડાયટિશિયન આવી જ કેટલીક રેસિપી જણાવે છે. જે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે. ગણેશ મહોત્સવના પર્વ પર આપે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું રહેશે. આપે કેટલીક હેલ્ધી ન્યૂટ્રીઅંટ્સ વાળી રેસિપી આજે જ ટ્રાય કરવી જોઈએ. જાણો તે અંગે.

પ્રોટીન વાળા મોદકની રેસિપી-
આ માટે આપે બેસન, બદામ, ઈલાયચી પાવડર, બારીકીથી પીસેલી ખજૂરની જરૂર પડશે. આ બનાવવા માટે પહેલા પૈનમાં દેશી ઘી લો. પછી તેમા બેસનને રોસ્ટ કરો. તેમા રોસ્ટ કરેલી બદામનો ચૂરો મિક્સ કરો. આ પેસ્ટમા ઈલાયચી પાવડર નાખો અને સારી રીતે બ્લેન્ડ કરો. હવે પોતાના હિસાબે મોદકનો આકાર આપી દો. તમારા હેલ્ધી મોદક થઈ ગયા તૈયાર

એનર્જી બૂસ્ટિંગ મોદક-
આ માટે આપે 500 ગ્રામ કોળુ, એક નાની ચમચી ઘી,200 ગ્રામ શુગર, કેસર,100 ગ્રામ મિલ્ક પાવડર, 50 ગ્રામ કોકોનટ ચૂરો, 50 ગ્રામ બારીક પિસ્તાની જરૂર પડશે. આ બનાવવા માટે પહેલા કોળાને પીસી લો પછી ઘીમાં ફ્રાય કરો. થોડીવારમાં તેમા ખાંડ નાખી દો. અને જ્યારે ખાંડ પાણી છોડી દે ત્યારે તેમા મિલ્ક પાવડર, કેસર, નટ્સ અને કોકોનટને ભેળવી દો. સારી રીતે શેક્યાં પછી થોડુ ઠંડુ થવા દો અને પછી મોદકનો આકાર આપી દો. 

કેલ્શિયમ વાળા મોદક-
આ માટે આપે 1/3 કપ રાગીનો લોટ, 1/4 કપ પીસેલી ખજૂર, 1/4 અંજીર, 3 નાની ચમચી બદામ, 1 ચમચી ફોક્સ નટ્સ, 1 ચમચી ગુલકંદ, 4 ચમચી તરબૂચની બીયા, 2 ચમચી પૉપી સીડ્સની જરૂર પડશે. પહેલા ખજૂર અને અંજીરને બ્લેંડ કરીને પેસ્ટ બનાવી લો.  રાગી લોટને રોસ્ટ કરો અને તેમા જ ફૉક્સ નટ્સને પણ પીસી લો. બદામ અને ફૉક્સ નટ્સને બ્લેંડ કરો. હવે એક બાઉલમાં બધાને સારી રીતે મિક્સ કરો. હવે મોદકનો આકાર આપો. હવે કેલ્શિયમના મોદક તૈયાર થઈ ગયા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news